સાળંગપુર

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાળંગપુર
—  ગામ  —
સાળંગપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°09′38″N 71°46′06″E / 22.1605672°N 71.7684449°E / 22.1605672; 71.7684449
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો બરવાળા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી
કષ્ટભંજનદેવ, સાળંગપુર, ગુજરાત

સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે.[૧] સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે.

ભૂગોળ

સાળંગપુર જવા માટે રેલમાર્ગ દ્વારા ભાવનગર જતી ટ્રેનમાં બોટાદ ઉતરીને ત્યાથી ૧૧ કિમી સડક માર્ગે જઈ શકાય છે. સંપૂર્ણ સડક માર્ગે અમદાવાદ તરફથી આવવા માટે બરવાળા જતી બસમાં સાળંગપુર ઉતરી શકાય છે. ગામની મધ્યમાં ફ્લ્ગુ નદી તથા ગામને પાદરે ઉતાવળી નદી (ઉન્મત ગંગા) વહી રહી છે.

મંદિરો

કષ્ટભંજન હનુમાનજીનું મંદિર

ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણનાં પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામી એ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજ કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.[૨]

વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી.[3]

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર

ભગવાનની સાથે ભક્તની પૂજા કરવાના સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સાળંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણ સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સંસ્થાનાં પ્રમુખ હજ્જારોની જન-મેદની વચ્ચે કરે છે.

છબીઓ

સંદર્ભ

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. મહંત પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા). "સારંગપુર હનુમાનજી મંદિર". સંસ્થા વેબસાઇટ. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર. મૂળ માંથી 2017-02-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.સાળંગપુર મંદિરનો ઈતિહાસ ગુજરાતી જાગરણ ન્યૂઝ વેબસાઈટ પરથી.

બાહ્ય કડીઓ

બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન