(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

શ્રીખંડ

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્રીખંડ

શ્રીખંડ (મરાઠી:श्रीखंड) એ દહીંમાંથી બનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે[૧]. પારંપારિક ગુજરાતી ભોજન અને મરાઠી ભોજનનું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, જેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમાં દહીંને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં રહેલું પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય. તેમાં સૂકામેવા અથવા તાજા ફળો જેમકે કેરીનો રસ[૨] ઉમેરવામાં આવે છે. અન્ય ઉમેરાતા પદાર્થ છે સાકર[ખાંડ], એલચી[इलायची][ઈલાયચી] પાવડર, અને કેસર[केसर]. શ્રીખંડ પશ્ચિમ ભારતનાં રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે.

કપડાથી છાણેલી દહીંમાં સાકર ઉમેરીને તેને અત્યંત જોરથી હલાવીને મિશ્ર કરવામાં આવે છે. હેન્ડ બ્લેંડર પણ વાપરી શકાય છે. છેવટે તેમાં એલચી અને કેસર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઠંડી ઠંડી પીરસાય છે.ગુજરાતી ભોજનમાં પુરીને સાઈડડીશ તરીકે પુરી સાથે (ખાસ કરીને "ખાજા પુરી" સાથે) કે જમ્યાબાદના મિષ્ટાન (ડેઝર્ટ)તરીકે પણ ખાઈ શકાય છે. આને શાકાહારી ગુજરાતી થાળી ના એક ભાગ તરીકે હોટેલોમાં સામાન્ય રીતે પીરસવામાં આવે છે. લગ્ન સમારંભમાં આ વાનગી લોકપ્રિય છે. આને ઠંદો પાડી પીરસવામાં આવે છે. તીખાં મસાલેદાર શાક જેવી વાનગીઓનો આ પ્રતિ આહાર બની જાય છે.

આનું એક પ્રખ્યાત વિવિધ રૂપ આમ્ર ખંડ તરીકે પ્રખ્યાત છે, જેમાં શ્રીખંડ સાથે કેરીનો ગર પણ નાખવામાં આવે છે, અને તેને બ્લેંડરથી ભેળવાય છે. ગુજરાતના અન્ય ભાગમાં મઠો તરીકે ઓળખાતી વાનગી લોકપ્રિય છે. બનાવવાની કૃતિ તો એકજ છે પણ મઠોમાં તાજા ફળોના ટુકડા અવશ્ય નખાય છે.

શ્રીખંડ આ વાનગી એવી સર્વતોમુખી વાનગી છે કે તેમાં તમારી કલ્પના સાથે જોઈએ તેટલી વિવિધતા આણી શકાય છે. હાલમાં મહારાષ્ટ્રમાં શ્રુતિ શ્રીખંડ એ ફ્રુટ ખંડ બહાર પાડ્યું છે, જેમાં સફરજન, ચીકુ, અનાનસના ટુકડાં આવે છે. અમુક ખાનગી ઉત્પાદકો સ્ટ્રોબેરી શ્રીખંડ પણ બનાવે છે.

શ્રીખંડ બનાવવાની રીત

શ્રીખંડ બનાવવા માટેની મુખ્ય જરૂરીયાત છે ચક્કો જે બનાવાવો ખૂબ સરળ છે.

૧. આખા દહીને ફેટીને સુતરાઉ કપડામાં મજબૂત પોટલી બાંધી આખી રાત પાણી નીચોવા લટકાવી દેવુ.

૨. પાણી નીકળી જતા દહીનો ચક્કો પોટલીમાંથી કાઢી લેવો.

૩. ચક્કાનાં વજન જેટલી ખાંડ ચક્કામાં ભેળવીને ખાંડ ઓગળી જાય ત્યા સુધી થોડી થોડી વારે ભેળવતાં રહેવુ અને પાછુ ઠંડુ કરવા મૂકી દેવુ.

૪. ખાંડ અને ચક્કો સમરસ થઈજાય પછી મિશ્રણને જાડી ગરણીમાં નાખી શ્રીખંડ માંથી ગઠ્ઠઠા કાઢી લેવા.

૫. ઇલાઈચીનો ભુકો, બદામ અને પિસ્તાની કાતરીઓ તથા કેસર ભેળવીને પીરસી શકાય છે.

(શ્રીખંડ માં સ્વાદ અને રુચિ અનુસાર તાજા ફળો પણ મેળવી શકાય છે. ખાંસ કરીને નાંરગી, દ્રાક્ષ, અનાનસ, સ્ટ્રૉબેરી, જેવા ફળો અજમાવવા જેવા છે. પાકી કેરી નો ગર પણ નાખી આમ્રખન્ડ બનાવી શકાય છે. શ્રીખંડ હમેશા ઠંડો પીરસવો અને ફળો શ્રીખંડ આરોગતા પહેલા ઉમેરવા.)

સંદર્ભ

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-24.
  2. http://www.amul.com/desserts-shrikhand.html

બાહ્ય કડીઓ