(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

લીલો

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લીલા રંગનો દેડકો

લીલો એ દૃશ્યમાન તરંગપટ પર વાદળી અને પીળો રંગની વચ્ચે આવેલો રંગ છે. તે એવા પ્રકાશ દ્વારા ઉદભવ્યો છે જેની તરંગલંબાઈ ૪૯૫-૫૭૦ મિમી છે.[૧] પેઇન્ટિંગ અને રંગ છાપવા માટે વપરાતી સબટ્રેક્ટિવ કલર સિસ્ટમ્સમાં, તે પીળા અને વાદળી રંગ અથવા પીળા અને સ્યાન રંગના સંયોજન દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે ટેલિવિઝન અને કમ્પ્યુટર સ્ક્રીનો પર ઉપયોગમાં લેવાતા આરજીબી રંગ મોડેલમાં લાલ અને વાદળી સાથે એક ઉમેરવામાં આવતા પ્રાથમિક રંગોમાંનો એક છે, જે અન્ય તમામ રંગો બનાવવા માટે વિવિધ સંયોજનોમાં ભળી જાય છે. પ્રકૃતિમાં લીલોતરીનો સૌથી મોટો ફાળો આપનાર હરિતદ્રવ્ય છે, જે રસાયણ દ્વારા છોડ પ્રકાશસંશ્લેષણ કરે છે અને સૂર્યપ્રકાશને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે. ઘણા પ્રાણીઓ લીલા રંગને પોતાના છદ્માવરણ તરીકે અપનાવીને તેમના લીલા વાતાવરણમાં અનુકૂળ થાય છે. કેટલાક ખનિજોમાં લીલો રંગ હોય છે; જેમાં નીલમનો સમાવેશ થાય છે, જે તેમાં રહેલા ક્રોમિયમ ને લીધે લીલા રંગનો હોય છે.

લીલો રંગ સામાન્ય રીતે ક્લાસિકલ પછીના અને આધુનિક યુરોપના પ્રારંભમાં સંપત્તિ, વેપારીઓ, બેન્કરો અને નમ્રતા સાથે સંકળાયેલ હતો, જ્યારે લાલ રંગ એ ઉમદા (ઉચ્ચ) વર્ગ માટે અનામત હતો. આ કારણોસર લિયોનાર્ડો દા વિન્સી દ્વારા પ્રખ્યાત ચિત્ર મોના લિસાના પોશાક અને બ્રિટનમાં રહેલા હાઉસ ઑફ કોમન્સની બેઠકોનો રંગ લીલો છે જ્યારે હાઉસ ઑફ લોર્ડ્સમાં તે લાલ છે.[૨] આયર્લેન્ડ, ઇસ્લામિક સંસ્કૃતિ અને ગેલિક સંસ્કૃતિના રંગ તરીકે પણ તેની લાંબી ઐતિહાસિક પરંપરા છે.[૨]

અમેરિકન, યુરોપિયન અને ઇસ્લામી દેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણો મુજબ લીલો રંગ એ સૌથી પ્રકૃતિ, જીવન, આરોગ્ય, યુવાની, વસંત, આશા અને ઈર્ષ્યા સાથે સંકળાયેલ છે.[૨] યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં લીલો રંગ ક્યારેક ઝેરી દવાઓ અને નબળા સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલો છે.[૨] પરંતુ ચીન અને મોટાભાગના એશિયામાં તે ખૂબ જ હકારાત્મક છે તથા પ્રજનન અને ખુશીના પ્રતીક તરીકે વપરાય છે.[૨]

પ્રકૃતિ સાથેના જોડાણને કારણે તે પર્યાવરણીય ચળવળનો પણ રંગ ગણાય છે. પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક ન્યાયની હિમાયત કરતા રાજકીય જૂથો પોતાને લીલી ચળવળના ભાગરૂપે વર્ણવે છે, તેઓ પોતાને ગ્રીન પાર્ટીનું પણ નામ આપે છે. લીલો રંગ એ સલામતી અને પરવાનગીનો પરંપરાગત રંગ પણ છે. ગ્રીન લાઈટ એટલે આગળ વધવુંના અર્થમાં વપરાય છે તે જ રીતે ગ્રીન કાર્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવા માટે પરવાનગી આપે છે.

સંદર્ભ

  1. "Sam's Laser FAQ - Solid State Lasers". donklipstein.com. મેળવેલ 2019-11-20.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Heller 2009.