(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

નવનીત સમર્પણ

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નવનીત સમર્પણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું જીવન, સાહિત્ય, કળા અને સંસ્કારનું માસિક છે. આ સામાયિકમાં ઉચ્ચ કક્ષાનું ગુજરાતી સાહિત્ય જોવા મળે છે. કાવ્યો, નવલિકાઓ, ધારાવાહી નવલકથાઓ, જીવનચરિત્રો, બોધકથાઓ, ચિંતન, નિબંધ, લોકકથાઓ, ટુચકાઓ થકી આ સામાયિક સમૃધ્ધ છે.

નવનીત સમર્પણ એ નવનીત (સ્થાપના: ૧૯૬૨) અને સમર્પણ (સ્થાપના: ૧૯૫૯) એમ બે સામાયિકોનાં જોડાણથી બનેલું માસિક (સ્થાપના: ૧૯૮૦) છે, જેના સ્થાપકો અનુક્રમે શ્રીગોપાલ નેવટિયા અને કનૈયાલાલ મુનશી હતા. નવનીત સમર્પણનું પ્રકાશન ભારતીય વિદ્યાભવન દ્વારા કરવામાં આવે છે.[૧]

નવનીત સમર્પણ ડિજીટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.

સંદર્ભ

  1. "નવનીત સમર્પણ - ગુજરાતી માસિક". www.bhavans.info. ભારતીય વિદ્યા ભવન. મૂળ માંથી 2014-04-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮-૧૧-૨૪.

બાહ્ય કડીઓ