(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

નળાખ્યાન (નાકર)

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નળાખ્યાન ૧૬મી સદીના કવિ નાકર કૃત આખ્યાન-કાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું આ આખ્યાન ઈ.સ. ૧૫૨૫ (સવત ૧૫૮૧)માં રચાયું હતું. આ આખ્યાનમાં કુલ ૧૨ કડવાં છે.[૧]

આ આખ્યાન ભાલણના 'નળાખ્યાન' પછી અને 'પ્રેમાનંદના નળાખ્યાન' પહેલા લખાયેલું છે. એ દ્રષ્ટિએ આ આખ્યાનને ભાલણ અને પ્રેમાનંદની કૃતિઓ વચ્ચેની મહત્ત્વની કડી માનવામાં આવે છે. કથામાં 'દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર' અને તેને અનુસંધાને આવતો 'મત્સ્યસંજીવનીનો પ્રસંગ' સૌપ્રથમ નાકરના નળાખ્યાનમાં જોવા મળે છે. આ આખ્યાનની એક હસ્તપ્રતમાં દમયંતી પર હારચોરીનું આળ આવે છે – એ પ્રસંગ પણ હોવાનું નોંધાયું છે. આમ, આ પ્રસંગોને ત્યારબાદ પ્રેમાનંદે પોતાના 'નળાખ્યાન'માં વણી લીધા છે.[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, ચીમનલાલ (૧૯૮૯). "નાકર(દાસ)–૧". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૧૭. OCLC 26636333.

પૂરક વાચન